પોષણ

|| અમૃતસ્ય પુત્રાઃ વયમ્ ||

| સહજ | સ્વસ્થ | સંવાદિત | સમર્થ |

મારી દરેક ક્રિયા અને પ્રતિક્રિયાના ઉદ્ભવનું સ્થાન એ ક્યાંથી ઉદ્ભવે છે એ પ્રત્યે જાગૃત થવું એ જાગૃતિનું પ્રથમ ચરણ છે. રાગ દ્વેષ ડર માયા એને હું પૂછતો જાઉં જાણતો જાઉં તો હું જાગૃત થતો જાઉં. આને જ ક્રિયા પ્રતિક્રિયા વચ્ચેનો અંતરાલ એટલે કે થંભી જવું કહે છે. ક્રિયા પ્રતિક્રિયા વચ્ચેનો સમયગાળો મારી જાગૃતિ અને સ્વપ્ન, સ્વપ્ન અને સુષુપ્તિ પછીનો સમયગાળો એ આજ છે. જો હું આને સાધી લઉં તો જે અખંડ છે અવિનાશી છે એવા મારા તત્વનો મને અનુભવ થાય.

હું કોને પોષુ છું. આ દેહને, સમાજે નક્કી કરેલા આ ઢાંચાને કે પછી જે ચિન્મય છે તે એટલે કે મારું અસ્તિત્વ. આ પ્રશ્ર્ન જો હરેક ક્રિયા પ્રતિક્રિયા જાગૃતિ સાથે મનુષ્ય આચરણમાં લે એ જરૂરી છે.

મારી ક્રિયા પ્રતિક્રિયાના આચરણથી મારા પાંચ તત્વો છે એનો પ્રાણ પોષાવો જોઈએ. મારું જે મૂળભૂત તત્વ છે એ પોષાવું જોઈએ. જેમ કે પૃથ્વીથી કર્મ જળથી ભાવ અગ્નિથી વિચાર વાયુથી શ્વાસ અને આકાશથી નૈષ્કર્મ્ય પોષાવા જોઈએ જે એનું ઉચ્ચતમ સ્વરૂપ છે એ પોષાવું જોઈએ. આ એક સહકાર્ય છે. આ મારી અંતઃકરણ ચતુષ્કોણનું એકબીજા સાથે સંલગ્ન થઈને પામવાની ને પોષવાની પ્રક્રિયા છે. આ મૂળને પોષવાની વાત છે.

Dr Sejal Sanghavi
MD (Hom)
Amrit Alchemist

+91 9820522611
drsejal@bodhin.in

સ્વાસ્થ્ય

|| અમૃતસ્ય પુત્રાઃ વયમ્ ||

| સહજ | સ્વસ્થ | સંવાદિત | સમર્થ |

સ્વાસ્થ્ય કેવી રીતે પામવું એ આજનો પ્રાણપ્રશ્ન બનીને ઊભો છે. એક વિભાગ છે જે સ્વાસ્થ્યને અવગણે છે અથવા કદર નથી કરતા. બીજો વિભાગ છે જે સ્વાસ્થ્યની મહત્વતા સમજે છે પણ એને કેવી રીતે પામવું એનાથી અજાણ છે અથવા મર્યાદિત પ્રયત્ન કરી રહ્યો છે. એક ત્રીજો વિભાગ છે જે અતિસાહજિક ક્ષમતાઓને બંધ આંખે માની રહ્યો છે.

|| અમૃતસ્ય પુત્રાઃ વયમ્ || આ બધી મનઃસ્થિતિ સમજીને સ્વાસ્થ્ય વિજ્ઞાન તથા એની પ્રક્રિયાઓને જોડે છે. મનુષ્યના સર્વોત્તમ વિકાસ માટે એ કાર્ય કરે છે. આ અમૃતના સ્વીકારની અને એના હોવાપણાની ખાતરી માટેની સાધના છે. અમૃતને જનમાનસ કોઈ અતિશયોક્તિવાળી કલ્પના અથવા અશક્ય ધ્યેય માનીને બેઠું છે બીજી બાજુ સુજ્ઞજનો તથા બુધ્ધિશાળી વર્ગે એને તત્વ ચિંતન સાથે જોડી દીધુ છે. તો ભોળા લોકોએ એને ચમત્કાર તરીકે ખપાવી દીધુ છે.

|| અમૃતસ્ય પુત્રાઃ વયમ્ || એ અમૃતનાં વાસ્તવિક સ્વરુપને જાણવા, સમજવા તથા પામવાની પ્રક્રિયા છે.

અહીં || અમૃતસ્ય પુત્રાઃ વયમ્ || આ પ્રક્રિયાને ત્રણ સ્તર પર વિભાજિત કરે છે.

૧. રોગમાંથી રોગમુક્ત કરવા.
૨. સ્વસ્થ તથા રોગમુક્તવાળાને સંપૂર્ણ સ્વાસ્થ્ય આપવા.
૩. મનુષ્યની દૈવિક શક્યતાને વિકસાવવી.

આ અમૃતના સંતાન તરીકેની આપણી ક્ષમતાઓને ઉઘાડવાની આખી પ્રક્રિયા છે.

ડો. સેજલ સંઘવી
એમડી (હોમિયોપેથ)
અમૃત અલકેમિસ્ટ

+91 98205 22611
drsejal@bodhin.in

સ્વસ્થ

|| અમૃતસ્ય પુત્રાઃ વયમ્ ||

| સહજ | સ્વસ્થ | સંવાદિત | સમર્થ |

સ્વસ્થનો અર્થ છે જે સ્વમાં સ્થિર છે તે. અને જે સ્થિરતાને ધારણ કરીને રહે છે તે સ્વાસ્થયી છે. સ્વાસ્થ્ય જે આપણને જન્મજાત મળ્યું છે તેના મૂલ્યને આપણી પેઢીએ ગૌણ કર્યુ છે. આજની જીવન શૈલીમાં સ્વાસ્થ્યની જે કદર, માવજત થવી જોઈએ, એના પ્રત્યે જે સભાનતા અને સક્રિયતા હોવી જોઈએ તે છે ખરી?

સ્વાસ્થ્ય એ માત્ર શારીરિક કે માનસિક અવસ્થા નથી. મન બુદ્ધિ ચિત્ત તથા અહંકારની પણ સ્વસ્થ અવસ્થા છે. આજના સમયમાં આપણે સ્થૂળ શરીરથી માત્ર ૩૦% અને સૂક્ષ્મ શરીર એટલે કે મન દ્વારા દોરવાઈને ૭૦% જીવન જીવિયે છીએ.

જ્યારે સ્વાસ્થ્ય છૂટે ત્યારે જ આ અત્યંત આવશ્યક અને સંવેદનશીલ જરૂરિયાત તરફ આપણું ધ્યાન જાય છે. અને સ્વાસ્થ્ય ગુમાવ્યા પછી એને પાછું મેળવવું એ ઘણી મોંઘી અને સમય લેનારી પ્રક્રિયા બને છે. મોટા ભાગે એ અસફળ પ્રયાસ બનીને રહી જાય છે. અને અસ્વસ્થ શરીર સાથે ‘ મારે તો ઘણું કરવાનું બાકી રહી ગયાનો ‘ વસવસો રહી જાય છે. પ્રાણપ્રશ્ન બનીને પણ ઊભો રહી જાય છે.

|| અમૃતસ્ય પુત્રાઃ વયમ્ || એ સ્વાસ્થ્યને પામી લેવા માટેનું સાધન છે. સ્વમાં સ્થિર થવાની દિશામાં પ્રયાણ છે. આજ અમૃત અવસ્થા છે.

Dr Sejal Sanghavi
MD (Hom)
Amrit Alchemist

#AmrtasyaPutrahVayam

+91 98205 22611
drsejal@bodhin.in

અમૃત

આપણી આજની પરિસ્થિતિ પ્રમાણે મનુષ્ય જડતામાં, માન્યતાઓમાં અને કલ્પનાઓમાં જીવી રહ્યો છે. ગાડરિયા પ્રવાહમાં જીવી રહ્યો છે. સમયની સાથે બાથ ભીડવામાં જીવી રહ્યો છે. પ્રકૃતિની સાથે નહી પણ એની વિરુધ્ધ વહેણમાં, બૌદ્ધિક પ્રતિભાથી મનુષ્ય પોતાને વધારે ઉચ્ચ કોટીનો છે એ સાબિત કરવા જીવી રહ્યો છે.

આમાં સહજતા સંવાદિતા જોડાણ અને હેતુ એ બધું જ ભૂલી જવાઇ રહ્યું છે. એટલે કે અત્યારનો મનુષ્ય એમ્નેશિયા કંડીશનમાં જીવી રહ્યો છે. જે પોતાની સ્વ વિષેની યાદશક્તિ ભૂલાવી ચૂક્યો છે. એ ભય અને હેતુ વિનાનું જીવન જીવી રહ્યો છે. આમાંથી ઉચ્ચતમ અવસ્થા તરફ ગતિ કરવી કેવી રીતે?

આ ઉચચતમ સ્થિતિ, અમૃત હર પળે હર ક્ષણે આજ જિંદગી જીવતાં જીવતાં પામી શકાય છે જ્યારે વાર ધ્યેયરુપે અમૃત આપણામાં સ્થિર થઈ જાય.

Dr Sejal Sanghavi
#FormlessYou
#AmrtasyaPutrahVayam

+91 98205 22611
drsejal@bodhin.in

ઋત ૮

ૠત ૮

આપણે કયા કારણથી જીવીએ છીએ? આ જન્મ અને જીવનનો હેતુ શું છે?

અહીંયા આ શરીર આપણને ફક્ત રોગ, વ્યાધિ અને મૃત્યુ માટે નથી મળતું. આ શરીર આપણને મળે છે નિમ્નતામાંથી ઉચ્ચતમ સ્થિતિમાં પરાવર્તન કરવા માટે.

નિમ્નતામાંથી ઉચ્ચ ગતિ તરફના પ્રયાણનો હેતુ ભૂલીને આપણે સંસારમાં અટવાયા કરીએ છીએ. ક્યારેક ક્યાંક ક્ષણિક શાંતિ મળે તો એનો સહારો લઈ લઈએ છીએ પણ એનાથી પમાતું કંઈ નથી.
શક્તિ અને સામર્થ્ય વધતાં નથી ઉપરથી ભ્રમણાઓ વધે છે.

સ્વના સામર્થ્યને પામ્યા વિના હેતુ વગર ભૌતિક કે આધ્યાત્મિક કાંઇ પણ ઉપલબ્ધ થતું નથી.

સમુદ્રના જીવનમાં રહેતા પ્રાણીઓને ક્યારેય ખબર પડતી નથી કે આકાશમાં પંખીઓ ઊંચે સુધી ઊડી પણ શકે છે.

આપણા જીવનનો હેતુ અમૃતને પ્રાપ્ત કરવાનો છે. અમૃત એ અવસ્થા છે જે સાહજિક અને સામર્થ્યવાન છે. આપણા સહુમાં એ જ સાહજિકતા અને સામર્થ્ય છે જે બ્રહ્માંડમાં છે. આપણે એ અવસ્થાને પામવાની છે. કુદરતની સર્જેલી દરેક પરિસ્થિતિ પણ આપણને આ જ અવસ્થા પ્રાપ્ત કરાવવા માટે છે.

Dr Sejal Sanghavi
#FormlessYou
#AmrtasyaPutrahVayam

+91 98205 22611
drsejal@bodhin.in

ઋત ૭

ૠત ૭

જ્યારે હું સ્થૂળમાં સતત જાગૃત રહું છું તેનાથી જ સ્વપ્ન અવસ્થા પણ જાગૃતિપૂર્વક જાય છે અને એના દ્વારા જ મારું અચેતન મન છે એ પણ જાગૃત થઈ જાય છે. હવે મારું મન આવેગો કે પ્રવાહમાં ખેંચાયા વિના તટસ્થ રીતે બુદ્ધિ પાસે કામ કરાવી શકે છે.

જ્યારે મારી બુદ્ધિ સ્થિર થઈ જાય છે અને સ્થિર બુધ્ધિએ હું કાર્ય કરું છું ત્યારે મારું ચિદાકાશ એટલે કે ચિત્તનું જે આકાશ છે એ સ્વચ્છ થવા લાગે છે, નિર્મળ થવા લાગે છે.

અહંકાર જે જડ છે એ સૂક્ષ્મ બનતો જાય છે. તરલ બનતો જાય છે. એનું સ્વરૂપ એ જ રહે છે પરંતુ એ જ્યોતિર્મય બનતો જાય છે. જ્ઞાનમય બનતો જાય છે.

અહમ્ સ્ફૂરિત જ્ઞાન વહેંચતું જાય છે.

આ બધી જાગૃતિમાંથી આપણે સ્વયંને પોષીએ છીએ જે અમર છે અમૃત છે શાશ્વત છે એને પામીએ છીએ.

અમૃત જે કદી નાશ ન પામનારી સદા સદૈવ જે જીવંત છે એ અવસ્થાનું નામ છે.

આ અવસ્થા શાશ્વત છે સહજ છે પરિપૂર્ણ છે. પરમ આત્મીય છે. મનુષ્યનું સૌભાગ્ય છે આ અમૃત. આપણે એ અમૃતને પામીએ.

|| અસ્તુ ||

Dr Sejal Sanghavi
#FormlessYou
#AmrtasyaPutrahVayam

ઋત ૬

ૠત ૬

અમૃતનો આવિર્ભાવ

शृण्वन्तु बिश्वे अमृतस्य पुत्रा
आ ये धामानि दिब्यानि तस्थुः

આપણે જીવનને સાકાર કરવાનું છે. જીવનને પામવાનું છે. જીવનને વહી નથી જવા દેવાનું. આ આખો અમૃતનો યજ્ઞ એ જીવન તરફ દ્રષ્ટિકોણ બદલવાનો એટલે કે ઉર્ધ્વમુખી થવાનો છે. મનુષ્યમાં રહેલી સર્વશ્રેષ્ઠ શક્તિઓને, દિવ્યતાને, શાશ્વતતાને જગાડવાનો છે.

જીવન ક્યાંય આગળ કે પાછળ નથી, જીવન આ પળમાં આ ક્ષણમાં પૂર્ણ છે. આ ઉચ્ચતમ અવસ્થાને પામવી, એ સાર્થક થયેલી પળોને સાધતા જવાની, અમૃતની વહેંચણી કરતા જવાની, એ અમૃતને પ્રસરાવતા જવાનું એ જીવનનો ઉદ્દેશ્ય છે.

મનુષ્ય જીવનની સાર્થકતા “સ્વ”ને પામવામાં જ છે. અને આ “સ્વ” શરીરના બોધથી, દેહને સમજવાથી, એમાં રહેલી અપાર સંભાવનાને જાગૃત કરવાથી પમાય છે. વિશ્વ જે નિયમ પર ચાલે છે એ જ નિયમ પર “સ્વ – અસ્તિત્વ” ચાલે છે.

વિશ્વપ્રકૃતિનો નિયમ એ જ સ્વનો નિયમ છે.

પ્રકૃતિ સનાતન છે. સ્થિર છે. સત્ય છે. એવી જ રીતે મનુષ્ય પણ સનાતન છે, સ્થિર છે, સત્ય છે. જેમ વિશ્વની નાભિમાંથી અમૃતનો સ્ત્રાવ ઝરે છે એવી જ રીતે મનુષ્યના શરીરમાંથી એ દિવ્ય રસ, એ અમૃતનો સ્ત્રાવ ઝરી શકે છે જે સદંતર વિસ્તૃત થઈ ગયો છે. એ આપણે જાગૃતિપૂર્વક, બોધપૂર્વક પામવાનો છે.

આપણા સર્વનો નિત્ય નવીન જન્મ ઘટી શકે છે જે માટે આપણે બધાએ આપણા સ્વને વફાદાર રહેવાનો નિયમ લેવાનો છે. એ નિયમ થકી આપણા સ્થૂળને ચાહવાનું છે અને પછી ધીરે ધીરે અંતરતમ એવા સૂક્ષ્મ અને દિવ્યતા સુધી પહોંચવાનું છે.

|| અમૃતસ્ય પુત્રાઃ વયમ્ ||

ऋत 6

अमृतका आविर्भाव

शृण्वन्तु बिश्वे अमृतस्य पुत्रा
आ ये धामानि दिब्यानि तस्थुः

हमे जीवन साकार करना हे। जीवनको पाना हे। जीवनको बह जाने नही देना हे। यह पूर्ण अमृतकी यात्रा है वह जीवनका दृष्टिकोण बदलनेका यानीकी उर्ध्वमुखी होना हे।

जीवन ना आगे हे ना पीछे हे। जीवन इसी पलमें इसी क्षणमें पूर्ण हे। हमें इस उच्चतम अवस्थाको पाना हे व इन सार्थक पलोंको साधते जाना, अमृतको फैलाते जाना यह उद्देश्य हे।

मनुष्य जन्मकी सार्थकता स्वयंको पाना ही हे और इस स्वयंको शरीरके बोधसे, देहको समजनेसे और उसमे बसी असीम संभावनाओको जागृत करनेसे पाई जाती हे। विश्व जिस नियम पर चलता है, उसी नियम पर अस्तित्व चलता हे।

विश्व प्रकृतिका नियम ही अस्तित्व चलता हे।

प्रकृति सनातन हे। स्थिर हे। सत्य हे। वैसे ही मनुष्य भी सनातन, स्थिर, सत्य हे। जैसे विश्वकी नाभिमेंसे अमृत स्त्राव झर रहा हे वैसे ही मनुष्यके शरीरसे भी यह दिव्य रस, अमृत स्त्राव झर सकता हे जो पूर्ण रुपसे विस्मृत हो चूका हे, हमे उसे जागृतिसे, बोधपूर्वक पाना हे।

हम सभीका नित्य नवीन जन्म घटित हो सकता हे अगर हम अपने स्वयंसे वफादारीका नियम ले। और उस नियमसे हमारे स्थूलको चाहे, फिर धीरे धीरे अंतरिम ऐसे सूक्ष्म, कारण और दिव्य शरीर तक पहुंचे ।

|| अमृतस्य पुत्राः वयम् ||

Dr Sejal Sangahvi
#Formlessyou
#AmrtasyaPutrahVayam

+919820522611
drsejal@bodhin.in

સ્વાસ્થ્ય ૨

|| અમૃતસ્ય પુત્રાઃ વયમ્ ||

| સહજ | સ્વસ્થ | સંવાદિત | સમર્થ |

સ્વાસ્થ્ય કેવી રીતે પામવું એ આજનો પ્રાણપ્રશ્ન બનીને ઊભો છે. એક વિભાગ છે જે સ્વાસ્થ્યને અવગણે છે અથવા કદર નથી કરતા. બીજો વિભાગ છે જે સ્વાસ્થ્યની મહત્વતા સમજે છે પણ એને કેવી રીતે પામવું એનાથી અજાણ છે અથવા મર્યાદિત પ્રયત્ન કરી રહ્યો છે. એક ત્રીજો વિભાગ છે જે અતિસાહજિક ક્ષમતાઓને બંધ આંખે માની રહ્યો છે.

|| અમૃતસ્ય પુત્રાઃ વયમ્ || આ બધી મનઃસ્થિતિ સમજીને સ્વાસ્થ્ય વિજ્ઞાન તથા એની પ્રક્રિયાઓને જોડે છે. મનુષ્યના સર્વોત્તમ વિકાસ માટે એ કાર્ય કરે છે. આ અમૃતના સ્વીકારની અને એના હોવાપણાની ખાતરી માટેની સાધના છે. અમૃતને જનમાનસ કોઈ અતિશયોક્તિવાળી કલ્પના અથવા અશક્ય ધ્યેય માનીને બેઠું છે બીજી બાજુ સુજ્ઞજનો તથા બુધ્ધિશાળી વર્ગે એને તત્વ ચિંતન સાથે જોડી દીધુ છે. તો ભોળા લોકોએ એને ચમત્કાર તરીકે ખપાવી દીધુ છે.

|| અમૃતસ્ય પુત્રાઃ વયમ્ || એ અમૃતનાં વાસ્તવિક સ્વરુપને જાણવા, સમજવા તથા પામવાની પ્રક્રિયા છે.

અહીં || અમૃતસ્ય પુત્રાઃ વયમ્ || આ પ્રક્રિયાને ત્રણ સ્તર પર વિભાજિત કરે છે.

૧. રોગમાંથી રોગમુક્ત કરવા.
૨. સ્વસ્થ તથા રોગમુક્તવાળાને સંપૂર્ણ સ્વાસ્થ્ય આપવા.
૩. મનુષ્યની દૈવિક શક્યતાને વિકસાવવી.

આ અમૃતના સંતાન તરીકેની આપણી ક્ષમતાઓને ઉઘાડવાની આખી પ્રક્રિયા છે.

ડો. સેજલ સંઘવી
એમડી (હોમિયોપેથ)
અમૃત અલકેમિસ્ટ

+91 98205 22611
drsejal@bodhin.in

સ્વાસ્થ્ય

|| અમૃતસ્ય પુત્રાઃ વયમ્ ||

| સહજ | સ્વસ્થ | સંવાદિત | સમર્થ |

સ્વસ્થનો અર્થ છે જે સ્વમાં સ્થિર છે તે. અને જે સ્થિરતાને ધારણ કરીને રહે છે તે સ્વાસ્થયી છે. સ્વાસ્થ્ય જે આપણને જન્મજાત મળ્યું છે તેના મૂલ્યને આપણી પેઢીએ ગૌણ કર્યુ છે. આજની જીવન શૈલીમાં સ્વાસ્થ્યની જે કદર, માવજત થવી જોઈએ, એના પ્રત્યે જે સભાનતા અને સક્રિયતા હોવી જોઈએ તે છે ખરી?

સ્વાસ્થ્ય એ માત્ર શારીરિક કે માનસિક અવસ્થા નથી. મન બુદ્ધિ ચિત્ત તથા અહંકારની પણ સ્વસ્થ અવસ્થા છે. આજના સમયમાં આપણે સ્થૂળ શરીરથી માત્ર ૩૦% અને સૂક્ષ્મ શરીર એટલે કે મન દ્વારા દોરવાઈને ૭૦% જીવન જીવિયે છીએ.

જ્યારે સ્વાસ્થ્ય છૂટે ત્યારે જ આ અત્યંત આવશ્યક અને સંવેદનશીલ જરૂરિયાત તરફ આપણું ધ્યાન જાય છે. અને સ્વાસ્થ્ય ગુમાવ્યા પછી એને પાછું મેળવવું એ ઘણી મોંઘી અને સમય લેનારી પ્રક્રિયા બને છે. મોટા ભાગે એ અસફળ પ્રયાસ બનીને રહી જાય છે. અને અસ્વસ્થ શરીર સાથે ‘ મારે તો ઘણું કરવાનું બાકી રહી ગયાનો ‘ વસવસો રહી જાય છે. પ્રાણપ્રશ્ન બનીને પણ ઊભો રહી જાય છે.

|| અમૃતસ્ય પુત્રાઃ વયમ્ || એ સ્વાસ્થ્યને પામી લેવા માટેનું સાધન છે. સ્વમાં સ્થિર થવાની દિશામાં પ્રયાણ છે. આજ અમૃત અવસ્થા છે.

Dr Sejal Sanghavi
MD (Hom), Amrit Alchemist

+91 98205 22611
drsejal@bodhin.in

ઋત ૫

ૠત ૫

અભિપ્સા જે છે તે બીજ છે. અનેક સંભાવનાઓવાળું. આ અભિપ્સા એ કોઈ વસ્તુની પ્રાપ્તિ માટેની તડપ નથી. કોઈ એવી ઝંખના નથી જે પામવી છે. આ અભિપ્સા એ પરમ તત્વમાં ભળી જવા માટેની એક થઈ જવા માટેની પૂર્ણત્વ પ્રાપ્ત કરવા માટેનો પોકાર, ચિત્કાર છે.
આપણે આપણા સ્વ સ્વરૂપમાં લય પામવા તરફના આ પગલાં છે.

મા જ્યારે પોતાના બાળકને પોતાની પાસે લઈ લેવા પોકાર કરે આક્રંદ કરે તેવો જ મારા શરીરમાં રહેલો પ્રાણ એ મહાપ્રાણમાં ભળી જવા માટે જે ચિનગારીરુપે સ્ફોટ કરે એ અભિપ્સા છે.

આ અભિપ્સાની જ્યોત સતત સળગતી રહેવી જોઈએ. એના પ્રત્યે જાગૃત રહેવાથી, ધ્યેય રાખવાથી જ એ સતત થઈ શકે છે.

આપણા જીવનમાં આપણો ઉદ્દેશ્ય સ્પષ્ટ હોય, આપણો સંકલ્પ દૃઢ હોય તો જાગૃતિ અને આ અભિપ્સા દ્વારા ઈન્દ્રિયોના શુદ્ધિકરણની ઘટનાથી હું મારા અંતઃકરણના સમત્વને પામી શકું છું.

Dr Sejal Sanghavi
#FormlessYou
#AmrtasyaPutrahVayam

+919820522611
drsejal@bodhin.in