સ્વાસ્થ્ય ૨

|| અમૃતસ્ય પુત્રાઃ વયમ્ ||

| સહજ | સ્વસ્થ | સંવાદિત | સમર્થ |

સ્વાસ્થ્ય કેવી રીતે પામવું એ આજનો પ્રાણપ્રશ્ન બનીને ઊભો છે. એક વિભાગ છે જે સ્વાસ્થ્યને અવગણે છે અથવા કદર નથી કરતા. બીજો વિભાગ છે જે સ્વાસ્થ્યની મહત્વતા સમજે છે પણ એને કેવી રીતે પામવું એનાથી અજાણ છે અથવા મર્યાદિત પ્રયત્ન કરી રહ્યો છે. એક ત્રીજો વિભાગ છે જે અતિસાહજિક ક્ષમતાઓને બંધ આંખે માની રહ્યો છે.

|| અમૃતસ્ય પુત્રાઃ વયમ્ || આ બધી મનઃસ્થિતિ સમજીને સ્વાસ્થ્ય વિજ્ઞાન તથા એની પ્રક્રિયાઓને જોડે છે. મનુષ્યના સર્વોત્તમ વિકાસ માટે એ કાર્ય કરે છે. આ અમૃતના સ્વીકારની અને એના હોવાપણાની ખાતરી માટેની સાધના છે. અમૃતને જનમાનસ કોઈ અતિશયોક્તિવાળી કલ્પના અથવા અશક્ય ધ્યેય માનીને બેઠું છે બીજી બાજુ સુજ્ઞજનો તથા બુધ્ધિશાળી વર્ગે એને તત્વ ચિંતન સાથે જોડી દીધુ છે. તો ભોળા લોકોએ એને ચમત્કાર તરીકે ખપાવી દીધુ છે.

|| અમૃતસ્ય પુત્રાઃ વયમ્ || એ અમૃતનાં વાસ્તવિક સ્વરુપને જાણવા, સમજવા તથા પામવાની પ્રક્રિયા છે.

અહીં || અમૃતસ્ય પુત્રાઃ વયમ્ || આ પ્રક્રિયાને ત્રણ સ્તર પર વિભાજિત કરે છે.

૧. રોગમાંથી રોગમુક્ત કરવા.
૨. સ્વસ્થ તથા રોગમુક્તવાળાને સંપૂર્ણ સ્વાસ્થ્ય આપવા.
૩. મનુષ્યની દૈવિક શક્યતાને વિકસાવવી.

આ અમૃતના સંતાન તરીકેની આપણી ક્ષમતાઓને ઉઘાડવાની આખી પ્રક્રિયા છે.

ડો. સેજલ સંઘવી
એમડી (હોમિયોપેથ)
અમૃત અલકેમિસ્ટ

+91 98205 22611
drsejal@bodhin.in

Advertisements

સ્વાસ્થ્ય

|| અમૃતસ્ય પુત્રાઃ વયમ્ ||

| સહજ | સ્વસ્થ | સંવાદિત | સમર્થ |

સ્વસ્થનો અર્થ છે જે સ્વમાં સ્થિર છે તે. અને જે સ્થિરતાને ધારણ કરીને રહે છે તે સ્વાસ્થયી છે. સ્વાસ્થ્ય જે આપણને જન્મજાત મળ્યું છે તેના મૂલ્યને આપણી પેઢીએ ગૌણ કર્યુ છે. આજની જીવન શૈલીમાં સ્વાસ્થ્યની જે કદર, માવજત થવી જોઈએ, એના પ્રત્યે જે સભાનતા અને સક્રિયતા હોવી જોઈએ તે છે ખરી?

સ્વાસ્થ્ય એ માત્ર શારીરિક કે માનસિક અવસ્થા નથી. મન બુદ્ધિ ચિત્ત તથા અહંકારની પણ સ્વસ્થ અવસ્થા છે. આજના સમયમાં આપણે સ્થૂળ શરીરથી માત્ર ૩૦% અને સૂક્ષ્મ શરીર એટલે કે મન દ્વારા દોરવાઈને ૭૦% જીવન જીવિયે છીએ.

જ્યારે સ્વાસ્થ્ય છૂટે ત્યારે જ આ અત્યંત આવશ્યક અને સંવેદનશીલ જરૂરિયાત તરફ આપણું ધ્યાન જાય છે. અને સ્વાસ્થ્ય ગુમાવ્યા પછી એને પાછું મેળવવું એ ઘણી મોંઘી અને સમય લેનારી પ્રક્રિયા બને છે. મોટા ભાગે એ અસફળ પ્રયાસ બનીને રહી જાય છે. અને અસ્વસ્થ શરીર સાથે ‘ મારે તો ઘણું કરવાનું બાકી રહી ગયાનો ‘ વસવસો રહી જાય છે. પ્રાણપ્રશ્ન બનીને પણ ઊભો રહી જાય છે.

|| અમૃતસ્ય પુત્રાઃ વયમ્ || એ સ્વાસ્થ્યને પામી લેવા માટેનું સાધન છે. સ્વમાં સ્થિર થવાની દિશામાં પ્રયાણ છે. આજ અમૃત અવસ્થા છે.

Dr Sejal Sanghavi
MD (Hom), Amrit Alchemist

+91 98205 22611
drsejal@bodhin.in

Hrit 5

ૠત 5

અભિપ્સા જે છે તે બીજ છે. અનેક સંભાવનાઓવાળું. આ અભિપ્સા એ કોઈ વસ્તુની પ્રાપ્તિ માટેની તડપ નથી. કોઈ એવી ઝંખના નથી જે પામવી છે. આ અભિપ્સા એ પરમ તત્વમાં ભળી જવા માટેની એક થઈ જવા માટેની પૂર્ણત્વ પ્રાપ્ત કરવા માટેનો પોકાર, ચિત્કાર છે.
આપણે આપણા સ્વ સ્વરૂપમાં લય પામવા તરફના આ પગલાં છે.

મા જ્યારે પોતાના બાળકને પોતાની પાસે લઈ લેવા પોકાર કરે આક્રંદ કરે તેવો જ મારા શરીરમાં રહેલો પ્રાણ એ મહાપ્રાણમાં ભળી જવા માટે જે ચિનગારીરુપે સ્ફોટ કરે એ અભિપ્સા છે.

આ અભિપ્સાની જ્યોત સતત સળગતી રહેવી જોઈએ. એના પ્રત્યે જાગૃત રહેવાથી, ધ્યેય રાખવાથી જ એ સતત થઈ શકે છે.

આપણા જીવનમાં આપણો ઉદ્દેશ્ય સ્પષ્ટ હોય, આપણો સંકલ્પ દૃઢ હોય તો જાગૃતિ અને આ અભિપ્સા દ્વારા ઈન્દ્રિયોના શુદ્ધિકરણની ઘટનાથી હું મારા અંતઃકરણના સમત્વને પામી શકું છું.

Dr Sejal Sanghavi
#FormlessYou
#AmrtasyaPutrahVayam

+919820522611
drsejal@bodhin.in

Hrit 4

ૠત 4

પ્રાણ જ્યારે પોકાર કરે છે અને સતત અભિપ્સા વડે જ્યારે એ પોષાય છે ત્યારે એક અંતર્નાદ ઊઠે છે પરમ તત્વને પામવાનો. એ પોકાર જ્યારે બોધમાં પરિણમે ત્યારે એ વર્તન અને વાણીમાં છલકાય છે. આ બોધ છે એ સક્ષમ છે અવચેતનને જાગૃત કરવા માટે.

એટલે આમ જોવા જાવ તો આ એક ક્રમિક પ્રક્રિયા છે. અભિપ્સા – જાગૃતિ – બોધ – પરિવર્તન. મૂળભૂત પ્રકૃતિનું ટ્રાન્સ્ફર્મેશન ત્યારે જ શક્ય બને છે જ્યારે આ અવચેતન પરથી પડળો હટે છે. પ્રાણ જ્યારે અવચેતનને ઢંઢોળે છે.

આ પ્રાણ શું છે ? એ હવા નથી એ તો પંચમહાભૂતોથી સંમિશ્રિત અને છતાં એનાથી પર એવું તત્વ છે જે ચેતનને જોડે છે. પ્રાણમાંથી મહાપ્રાણને પામવાની ઝંખના જ મનુષ્યને અમરત્વ બક્ષે છે.

મારા ગર્ભમાં જે પરમતત્વ છે એને મારે પ્રકાશિત કરવાનો છે. જન્મ આપીને.

આપણો ધ્યેય એ પામવાનો છે જે આ પૃથ્વીને આકાશને સૂર્યને ચંદ્રને સાચવીને બેઠો છે. એ પરમ તત્વ જે હર ક્ષણે હર જગ્યાએ સતત ઉપસ્થિત છે અને કાર્યરત છે. જેને અંત નથી જેને શરૂઆત નથી. એ સ્વયંભૂ છે. એ જ અસ્તિત્વ છે સર્વેનું અસ્તિત્વ. આ જે આત્મ જ્યોતિનું સ્વરૂપ છે તે ઈન્દ્રિયોના શુદ્ધિકરણ દ્વારા પમાય છે.

Dr Sejal Sanghavi
#FormlessYou
#AmrtasyaPutrahVayam

+919820522611
drsejal@bodhin.in

Hrit 3

આપણે જીવન સાધવાનું છે. હર એક ક્ષણે. પળે પળે. જાગૃત રહીને. ત્રણેય ભૂમિકામાં. સતત.

સાધવાનું છે જે એ ફક્ત ઈન્દ્રિયો પૂરતું નથી. અંતઃકરણ ચતુષ્ટી પૂરતું સીમિત નથી. મનુષ્યના ભૌતિક વ્યવહાર પૂરતું પણ સીમિત નથી. એ જે કે એ ચેતનાનું ચેતનામાં સધાઈ જવું ત્યાં જ પૂર્ણ બને છે.

આપણે શું સાધવું જોઈએ? આપણી વાણી આપણું વર્તન આપણા ઉદ્દેશ્ય તરફનું છે? શું આપણા બુદ્ધિ મન ચિત્ત અહંકાર એક થઈને સધાઈને કામ કરે છે?

શું આપણી ચેતનાની સ્થિતિ એ જાગૃતિ સ્વપ્ન અને સુષુપ્તિ સધાઈ ગયેલાં છે? એને જોડતી પળો પણ સધાઈ ગયેલી છે?

આપણે ખંડિત છે એ નહિ, જે અખંડિત છે એને ચાહવાનું છે. જે કાંઈ પણ આપણે ગ્રહણ કરીએ છીએ આપણી ઈન્દ્રિયોથી એ સર્વેમાં આપણો ઉદ્દેશ્ય આપણી જાગૃતિ પ્રગટ થવી જોઈએ.

બે ક્ષણોની વચ્ચેના આ અનંત અફાટ અને જે અચેતન છે એ જે જોડતી કડી છે એ જે અમૃત છે એ ચૈતન્યને આપણે સાધવાનું છે. જે અવિનાશી છે એ ચૈતન્યને આપણે સાધવાનું ને પામવાનું છે.

Dr. Sejal Sanghavi
#FormlessYou
#AmrtasyaPutrahVayam

+919820522611
drsejal@bodhin.in

Hrit 2

ૠત 2

આ મર્ત્ય શરીરમાં જે અમર્ત્ય છે. જે અખંડ છે અવિનાશી છે અફાટ છે અસીમ છે એ જાણવું અને બની જવું એનો || અમૃતસ્ય પુત્રા: વયમ્ || દ્વારા પ્રયાસ છે.

અટકી જવું. ઊભા રહી જવું એ આ પામવાની મહત્વની ચાવી છે. મનુષ્ય શબ્દની અંદર ‘મનુની’ મહત્તા મનુની વિશાળતા સમાઈ ગયેલી છે. જીવન પ્રવાહમાં ઢસડાયા વિના જે કોઈ પણ આ વિશાળ શક્તિશાળી મનુષ્યત્વ માટે પોકાર કરે છે. ઝંખના કરે છે એને સૌથી પહેલા ઊભા રહી જવું પડે છે.

જીવન આજે ભ્રમણા અને જડતાઓથી ઘેરાઈ ગયેલું છે. દિશાહીન રસ્તા ઉપર મનુષ્ય ગતિવિધ છે. આ પ્રયાસ એ મનુષ્યને દિશા બતાડવા પ્રત્યેનો, મનુષ્યને મનુષ્ય અને એના થકી અમરત્વ પમાડવા માટેનો રાહ છે. જીવન બહુ સરળ છે. અને જીવન જીવંત છે.

માયા-અમાયા, પાપ-પુણ્ય, સંસ્કાર-કુસંસ્કાર એ અભેદ કરતાં અખંડ અનંત એવા મારા સ્વનો સ્વીકાર કરવાનો છે. વિશ્વ પ્રકૃતિમાં બધું જ સહજ અને આવકાર્ય છે. નિહારિકાઓ ગગનમંડળો ચાંદ તારા સૃષ્ટિ વનસ્પતિઓ જેમ ભેદભાવ વિના સર્વ સ્થળે સર્વ પ્રકારે પોતાની સંપૂર્ણ સ્થિતિમાં કાર્યરત હોય છે એ સ્થિતિ મનુષ્યની સહજ સ્થિતિ છે.

દરેક જીવની એક અવસ્થા છે. આ પોતપોતાની અવસ્થા પ્રમાણે જીવે, પોતે જાગૃત થઈને પોતાના સ્વ સાથે અનુસંધાન કરીને પોતાની સર્વોત્તમ અવસ્થાને, અમરત્વ કહો મનુષ્યત્વ કહો એને પામવું જોઈએ. સત્યને ધારણ કરવું જોઈએ.

સત્ય નગ્ન છે. અને સત્ય ક્રિડા વિના જન્મ પામતું નથી. ઉદ્ભવ પામતું નથી. સત્ય વિશ્વ પ્રકૃતિ સાથે મૌન અવસ્થામાં, મનુષ્યની વિશ્રાંતિની અવસ્થામાં, નિષ્ચિંતતાની અવસ્થામાં ક્રિડા દ્વારા. કોણ કોની સાથે કરે છે? મૌન અવસ્થામાં તમે શિવ બની જાવ છો ત્યારે વિશ્વ પ્રકૃતિ જે સ્ત્રી તત્વ છે શક્તિ તત્વ છે તેની સાથે ક્રિડા પછી સત્ય પ્રગટે છે. ઉદ્ભવે છે.

શિવ કેવી રીતે બનાય છે? આ શિવ છે એ પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પંચ મહાભૂત પાંચ તન્માત્રાઓ આ બધાના સરવાળે સમજી જાગૃત કરી એક લય કરીને પમાય છે. શકિત શું છે? શક્તિ વિશ્વ પ્રકૃતિ છે.

બાળક જ્યારે ગર્ભમાં છે ત્યારે પૂર્ણ વિશ્રાંતિમાં છે. ત્યારે એ પોતાના પોષણ માટે આહાર વિગેરેના માટે એની માતાના શરણે છે. એના જીવનની ભરણપોષણની સઘળી જવાબદારી એની માતાએ ધારણ કરી લીધેલી હોય છે. બાળક તો માત્ર પોતાના મૌનમાં નિષ્ચિંતતામાં મ્હાલે છે અને જે આવે તે ગ્રહણ કરી પોતાને પોષતો જાય છે. આ બાળક શિવ છે અને માતા એ વિશ્વ પ્રકૃતિ છે. અને જે પ્રગટે છે એ પોષણ પામતું બાળક છે.

જીવન હેતુ પ્રત્યે જાગૃત રહીને, જન્મના હેતુ પ્રત્યે જાગૃત રહીને એ દેહ ધારણ કર્યો એનો અર્થ શું છે? એ પ્રત્યે જાગૃત રહીને, હું મારી આ વાસ્તવિક દુનિયાની સાથે જીવતા જીવતા જીવનના ગહનતમ અર્થને પામવા સજાગ રહીશ. દેહની સાથે જોડાયેલા દૈવત્વને આત્મતત્વને અમરત્વને હું મારી ઝંખના અને સમજ દ્વારા પામીશ.

Dr Sejal Sanghavi
#FormlessYou
#AmrtasyaPutrahVayam

+919820522611
drsejal@bodhin.in

Sharad Poonam

SharadPoonam

શરદ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા કહ્યું છે. આ જે ચંદ્ર છે એ પૂર્ણ કળાએ આકાશમાં ખીલ્યો છે. એ પૂર્ણ છે. એવી જ રીતે મારા ચિદાકાશમાં મારા આત્માનું તેજ પૂર્ણ કળાએ ખીલે.

મારું મન બુધ્ધિ ચિત્ત અહંકારનું ઐક્ય થઈને એક લક્ષ્ય પર સ્થિર થઈને સમ રીતે સહજ રીતે કાર્યાન્વિત કરે છે રાસ જે રાધા અને કૃષ્ણનું સ્વરૂપ દેખાડે છે એ મારા જ હું સાથે મારું જ મિલન છે. હું જ્યારે મારા જ પુરુષતત્વ સાથે એકત્વ પામી જાઉં છું. લય પામી જાઉં છું અને મારું પુરુષતત્વ જ્યારે મારામાં લય પામી જાય છે ત્યારે આ રાસ રચાય છે. આ જે રાસ છે એ મારી જ અંદર રહેલા સ્ત્રીતત્વ અને પુરુષતત્વનું એકબીજાનાં ઐક્ય સધાય છે તે છે.

અને આ જે લીલા છે એ મારા જ ઐક્યની અભિવ્યક્તિ છે. જેમ જેમ મારું ઐક્ય ગાઢ થતું જાય છે પ્રગાઢ થતું જાય છે એમ મારી જ સામે મારું પ્રતિબિંબ છલકાતું જાય છે. દેખાતું જાય છે. એજ રાસલીલા છે.

આ પૂર્ણિમા કોજાગરી પૂર્ણિમા છે. કાજોગરી પૂર્ણિમાનો અર્થ છે કે એ જે જાગૃત થયેલું છે. કોજાગરી જે જાગૃત છે. આજની પૂર્ણિમા આપણને સર્વને જાગૃત કરે. જાગૃતિ તરફ લઈ જાય બસ એવી જ ગુરુઈચ્છાથી.

Dr Sejal Sanghavi
#FormlessYou
#AmrtsyaPutrahVayam

+919820522611
drsejal@bodhin.in