Vijaya Dashami

હે અમૃતના પુત્રો

આજે વિજયાદશમીનો દિવસ છે. આપણે રાવણ પર વિજય મેળવવાનો છે. આપણી આ જે દશ ઈન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય એજ મારા રાવણના દશ માથા છે. જે મને મોહ લોભ રાગ આસક્તિ તૃષ્ણા વગેરે વગેરેમાં બાંધીને રાખે છે.

આ દશ ઈન્દ્રિયો પરનો વિજય એ રામનો એટલેકે મારા સ્વ સ્વરૂપનો મારી ઈન્દ્રિયોની ગુલામીમાંથી એટલેકે રાવણમાંથી વિજય મેળવવાનો છે.

રામરાજ્ય એ મારા મૂળભૂત સ્વરૂપનો રાજ્યાભિષેક છે.

હવે આ દશ ઈન્દ્રિયો પર વિજય મેળવવો એટલે શું? રાવણનો અર્થ થાય છે લાઉડ રોરિંગ, ગર્જના. રાવણની અંદર જ ગર્જના સમાયેલી છે. કઈ ગર્જનાઓની વાત કરી છે? મારી શુધ્ધ ઈન્દ્રિયોની તાકાતની ગર્જના છે જે સમગ્ર વિશ્વનું મૂળભૂત સ્વરૂપ છે. એ મારે પામવાનું છે.

નવરાત્રિ આવે છે, જેમાં જપ તપ મંત્ર ઉપવાસ એ શુદ્ધિકરણના સાધનોથી જે ‘બોધ’ હું પ્રાપ્ત કરું છું એ ‘બોધ’ મારી ઈન્દ્રિયોના રાવણને રામમાં પરિવર્તિત કરે છે. મારી દશ ઈન્દ્રિયોને મારા રામમાં પરિવર્તિત કરવાનું છે.

Dr Sejal Sanghavi
#FormlessYou
#AmrtasyaPutrahVayam

+919820522611
drsejal@bodhin.in

Advertisements

Non Duality / Adwait

આ શાંતિ, સુખ, આનંદ, ઐશ્વર્ય એ હું પોતે જ છું. આ હું અને મારા વચ્ચેનો ભેદ તોડવાનો છે. આ અદ્વૈતને પામવાનું છે. “સધાય છે તત્વ. પમાય છે અદ્વૈત. ”

Dr Sejal Sanghavi
#FormlessYou
#AmrtasyaPutrahVayam

+919820522611
drsejal@bodhin.in

Promise to self

I will be honest with my own self. I will remain awake with my own bhava. The one which is incomparable uninterrupted and majestic which is my own bhava is my true nature. My nature which I denote as is created by my superficial self and I have named it as my nature. But that’s not the truth. So now onwards I will only express what I am in my real sense.

I will commun with my own self. I will not modify or justify my expression. I will only express what is in my heart. That which is in my heart just as it is I will express through my words and language. Something else in my heart and something else in my verbal expression, I will not live the life which is this way deciding and distorting. I will not sophisticate my words. I will not modify what lies within to reflect in cosmetic way because it not the nature of prakriti. Prakriti expresses just as it is.

Slowly and gradually you will be able to communion with your true self through your words.
I am as I am.

હું સ્વ સાથે વફાદાર રહીશ. મારો સ્વ સાથેના ભાવ સાથે જાગૃત રહીશ. જે મારો અનુપમ અને અખંડ ઐશ્વર્ય છે તે મારો ભાવ મારો પોતાનો સ્વભાવ છે. આ જેને હું સ્વભાવ કહું છું એ તો મારો બનાવેલો છે એને તો મેં નામ આપ્યું છે કે આ મારો સ્વભાવ. પણ હકીકતમાં તે નથી. તો આજથી હું જે છે તે જ વ્યક્ત કરીશ.

હું મારો નાતો મારા એ સ્વ સાથે સાંકળીશ. હું મારા આવિર્ભાવ વખતે કોઈ ઢાંકપિછોડો નહી કરું, જે હ્રદયમાં છે તે જ વાણી ઉપર લાવીશ. હ્રદયમાં કંઈક અને વાણીમાં કંઈક અલગ એવું જીવનને વિભાજીત કરતું હું મારા શબ્દોને વાઘા નહિ પહેરાવું. હું એને સારા શબ્દોમાં સજાવી કરીને વ્યક્ત નહી કરું કેમકે પ્રકૃતિમાં એ સ્વભાવમાં નથી. પ્રકૃતિ જે છે એજ એ વ્યક્ત કરે છે.

ધીરે ધીરે વાણી દ્વારા સ્વ અસ્તિત્વ સધાઇ જશે.
જે છે એ જ
અને એ જ હું છું.

Dr Sejal Sanghavi
#FormlessYou
#AmrtasyaPutrahVayam

+919820522611
drsejal@bodhin.in

Hrit 1

Hrit 1

Current trend of human life is that he curses himself from the very day he is born. Resite in Sanskrit says
|| Janmo Kathanta ||Means birth and meaning attached to it.

Today’s men looks at birth ignoring the meaning or purpose of this birth. He wants to live but does not want to attain. He can see the seriousness but not the depth. He can know the mortality but not the immortality.

Mind of man is dragged into the flow the moment he takes first breath. The wisdom less flow which can give you experiences but can’t invoke the sensations.

Today’s human life is covered by illusions and rigidness. This era is progressing on the directionless path.

|| Amratsya Putrah Vayam || is the path to guide the direction and make humans human beings and eventually immortal beings which we truly are.

By remaining aware every single moment, while living the practical life, I will remain awakened in attaining the depth of life. I will attain Godliness, My Existence and thereby Immortality by my own wish and wisdom. Our purpose is make you attain the same.

|| Astu ||

ૠત 1

મનુષ્ય જીવનનો અત્યારનો પ્રવાહ એવો છે કે એ જન્મે ત્યારથી જ પોતાને કોસે છે. સંસ્કૃતમાં કહ્યું છે કે || जन्मोकथन्ता ||.
એટલે કે જન્મ અને એની સાથેનો હેતુ.

મનુષ્ય હેતુ વગર માત્ર જન્મને જૂએ છે. એને જીવન જીવવું છે પણ પામવું નથી. એને જીવનની ગંભીરતા પમાય છે પણ ગહનતા નથી પમાતી. જીવનનું મર્ત્યપણું સમજાય છે પણ અમર્ત્યપણું નથી સમજાતું.

મનુષ્યનું મન જન્મતાંની સાથે જ એક પ્રવાહમાં ઢસડાઈ જાય છે.
એક જાણકારી વિનાનો પ્રવાહ જે અનુભવ તરફ લઈ જાય છે અનુભૂતિ નથી કરાવતું.

મનુષ્યનું જીવન આજે ભ્રમણાં અને જડતાઓથી ઘેરાઈ ગયેલું છે. દિશાહીન રસ્તા પર મનુષ્ય ગતિવિધ છે.

|| અમૃતસ્ય પુત્રાઃ વયમ્ || એ સર્વે મનુષ્યોને દિશા બતાવવાનો તથા મનુષ્યને મનુ બનાવવાનો અને એના થકી અમરત્વ પમાડવાનો પથ છે.

જન્મના હેતુ પ્રત્યે સજાગ રહીને, હું મારી વાસ્તવિક દુનિયા સાથે જીવતા જીવતા, જન્મ માટેના એ ગહનતમ અર્થને પામવા માટે સજાગ રહીશ. આ દેહની સાથે જોડાયેલા દૈવત્વ આત્મતત્વ અને અમરત્વને હું મારી ઝંખના અને સમજ દ્વારા પામીશ. એ પમાડવું એજ અમારો ઉદ્દેશ છે.

|| અસ્તુ ||

Dr Sejal Sanghavi
#FormlessYou
#AmratsyaPutrahVayam

+9120522611
drsejal@bodhin.in

Shibir

Shibir 1

You are the center of your universe. The sphere of your universe is reflection of your own self. When center, the essence is awakened the sphere will respond and reshape automatically. It’s like reshaping hundreds just by clicking one right node. When one’s own self is awakened rest falls at place.

The pulsation of liveliness invokes one’s essence. And liveliness pulsates maximum in the lap of mother Nature which itself is fully alive every single moment since ages and ages.

Motherly lap of Sanjay Gandhi National Park, processes of connecting with self and expressing one’s own self the way it is, initiated the journey upwards in yesterday’s shibir.

Pulsation of liveliness and joy of finding something very precious will now fuel this journey of awakening the essence.

|| Evam Astu ||

આ જગતનું કેન્દ્ર તમે પોતે છો. તમારાથી જ તમારા જગતનું પરિઘ રચાય છે. જો આ એક કેન્દ્ર સધાય તો જગત સધાઈ જશે. એક સાધે સો સધાય. સો સાધવા જશું તો ક્યારેય અંત નહિ આવે, સ્વને સાધશું તો બધું સધાશે.

સ્વને સાધવાની શરૂઆત થાય છે જીવંતતાનો અહેસાસ જગાડવાથી. અને જીવંતતાનો સહુથી વધુ અહેસાસ થાય છે જે યુગોથી પળે પળ જાગૃત છે એવા કુદરતના સાનિધ્યથી.

સંજય ગાંધી નેશનલ પાર્કનું કુદરતી સાનિધ્ય, સ્વ સાથેનું જોડાણ અને સ્વને જેમ છીએ એમ વ્યક્ત કરી દેવાથી ઊર્ધ્વ પ્રયાણનું મંડાણ થયું કાલની શિબિરમાં.

જીવંતતાનો અહેસાસ, અંદરની એક મહામૂલી ભેટ પામ્યાનાં આનંદથી સાથે હવે આ યાત્રા આગળ વધતી રહેશે.

|| એવમ્ અસ્તુ ||

Dr Sejal Sanghavi
#FormlessYou
#AmratysPutrahVayam

+919820522611
drsejal@bodhin.in

Dhyaan

42516486_683519665353066_4752534046356013056_n

Dhyaan is a state.
It is neither a situation nor a process.
Dhyaan is awareness.
This awareness is not a static awareness but a lively awareness means dissolving urself into the existence with awareness.

When I am constantly nurturing my existence and not my ego is Dhyaan.

To attain this Dhyaan state one must allow all 5 senses to be instrument and connect it to the Spirit.

Come and join this camp to attain this Dhyaan state.

ધ્યાન એ અવસ્થા છે.
પરિસ્થિતિ કે ક્રિયા નથી.
ધ્યાન જાગૃતિ છે હોશ છે.
આ હોશ એ જડ હોશ નહિ પણ ચેતનવંતો હોશ છે એટલે કે અસ્તિત્વના લય સાથેનો હોશ છે.

જ્યારે ‘હું’ મારો અહંકાર નહિ પણ મારું અસ્તિત્વ પોષાય એમ જાગૃત રહું એ ધ્યાન છે.

ધ્યાન અવસ્થાને પામવા માટે પાંચ જ્ઞાનેન્દ્રિયોને સાધન બનાવો, ચેતના સાથે જોડો.

ધ્યાનની આ અવસ્થાને પામવા માટે આવો આ શિબિરમાં જોડાવ.

Dr Sejal Sanghavi
#FormlessYou
#AmratsyaPutrahVayam

+919820522611
drsejal@bodhin.in

 

Existence / Swa Astitva

42516486_683519665353066_4752534046356013056_n

The realisation of existence is in unconditional acceptance of one’s own self and is in connecting with one’s own self. Acceptance of the way I am, not out of my ego but out of my existence. Without any judgment or tags like good or bad, white or black, sinner or blessed, without any denotations.

The moment you will accept your own self you will connect with ‘that you’.

This camp is opening to our connection with our existence. This is our journey towards that centre of our existence.

અસ્તિત્વ તરફના પ્રયાણનો આવિર્ભાવ થાય છે સ્વના સ્વીકાર દ્વારા અને સ્વ સાથેના અનુસંધાન દ્વારા. હું જેવો છું તેવો, કોઈ પણ પૂર્વગ્રહ વિના, સારો ખરાબ, કાળો ધોળો, પાપી પુણ્યશાળી. કોઈ પણ જાતની ધારણા વિના, મારે મારા અહંકારનો નહિ મારા અસ્તિત્વનો સ્વીકાર કરવાનો છે.

જેવો તમે તમારા સ્વનો સ્વીકાર કરશો એવું તરત જ તમે ‘એ’ જે છે એની સાથે સંધાઈ જશો.

આ શિબિર એ આ સ્વ સાથેના અનુસંધાન તરફના પ્રયાણનું છે. આપણા અસ્તિત્વના કેન્દ્ર તરફની ગતિ છે.

Dr Sejal Sanghavi
#FormlessYou
#AmratsyaPutrahVayam

+919820522611
drsejal@bodhin.in